वक्रतुंड महाकाय सूर्यकोटी समप्रभ:
निर्विघ्न कुरु में देव सर्व कार्येषु सर्वदा
*****************************************************************************
અજ ઈન્ટરનેટ જો જમાનું આય. ઈન્ટરનેટ સેં માડુ કીડા જો કીડા પુજી તો સગે. ભુજ મેં વિઠે માડુ યુરોપ-અમેરિકા મેં રોન્ધલ પિંઢ જે સગેં ને યાર-ધોસતારે સેં ગાલારે સગે તો.
‘પાં કચ્છી પાંજી કચ્છી’ નાં સે હી વેબસાઈટ આઉં કચ્છી ભાષા જે લેખક-કવીએં લા ચાલુ કરીઆં તો. હિન વેબસાઈટ મેં કો પં સભ્ય થી સગે તો. ઇન જી કો પં ફી નાંય.
સભ્ય ભને લાય આંકે હિન પને જી મથ્થાં sign up તે ક્લિક કરે જો આય. હિતે ક્લિક કરે સેં હિકડો નિંઢો ફોરમ ડિસાંધો. ઈન મેં આંઈ આંજી વિગતું ભરીને sign ઉપ તે ક્લિક કરે સેં સભ્યપધ જુડી વેંધો.
હિન સાઈટ જે મિડે સભ્ય પિંઢ જી કવિતા-અખાણી ક કો પં રચનાઉં રખે સગધા. બેંજી રચના પં રખે સગાંધી, પં ઇન મેં રચિયતા જો નાલો લખણું જરૂરી આય. સભ્ય પિંઢ પિંઢ મેં ધોસ્તારી કરે સગધા. ધોસ્તાર સભ્યે જી રચનાએં તે વિવેચન ડે સગધા.તેંજા જભાભ ડે સગધા.
રચનાઉ રખે જા નિયમ :
૧. સભ્ય પિંઢ જી તીં બેં જી રચનાઉં રખે સગેંતા.
૨. બેંજી રચના હેઠાં રચિયતા જો નાલો લખણું જરૂરી આય.
૩. કોપીરાટ જો ભંગ થે જી ધાં અચીંધી ત રચના હટાય છડે મેં અચીંધી.
૪. અજુગધા લખાણ પં હટાય છડે મેં અચીંધા.
૫. સભ્ય પિંઢ જી પ્રોફાઈલ તે પિંઢ જા ક બયા ફોટા ને વિડીઓ રખે સગધા.
૬. ફોટા નેં વિડીઓ ક કો પં લખાણ સુરુચિ જો ભંગ કરીએં તેડાં ન હુણા ખાપેં. એડા ફોટા ક લખાણ હટાય
છડે મેં અચીંધા.
૭. જિન કો પં સભ્ય જી ગંભીર ધાં અચીંધી, તેં કે સભ્ય પધનું હટાય છડે મેં અચીંધા
૮. અહીં રજુ કરેલા વિચારો જે તે સભ્યના પોતાના છે અને સંચાલકો દરેક સાથે સહમત હોય તે જરૂરી
નથી.
૯. લિખાણ ગુજરાતી ક દેવનાગરી લિપી મેં લિખી સગાંધો. ઇન લા હી વેબસાઈટ ઉપટ્યો :
http://www.google.com/transliterate/indic/Gujarati હી સાઈટ તે ઇન્ગ્રેજી લિપી ટાઈપ કરી ને સ્પેસ ડયો ઈતરે ગુજરાતી ક દેવનાગરી ક ગુજરાતી અખર ડિસાંધા.
********************************************************************************************
સુખ કેં કે ચોવાજે ?
કો ખાસ્સી-સુંધર ચીજ ડિસાજે નેં અખીયેં કે ગમે ઈ સુખ ચોવાજે. સુખ જો જેડો અનુભવ નયણે કે થ્યો તેડો મોં કે ન થ્યો. તીં કનેનું સબધ સુયો, નકેનું ગંધ સુંઘઈ, ચમડીનું ઇસ્પર્સ કયો, જિભ સેં રસ ચખ્યો.
પોય ઇન સુખજા વેણ સેં વખાણ કરે તો કોય ઇં ચે ક ‘બોરી ખાસ્સી ગંધ હુઈ. બોરી ખાસ્સો રસ હુઓ. બોરો ખાસ્સો ઇસ્પર્સ હુઓ.બોરો ખાસ્સો સબધ હુઓ.’ ઇં ચે ત ખરો, પં તેં કરી જિન તિન ઇન્ધ્રીયેં કે જેડો સુખજો અનુભવ થ્યો તેડો અનુભવ કુછે સેં ન થીએ. તીં માડુ કે મરે પુઠીયા ભગવાન જે સુખ જો અનુભવ નેં ખુશી થીએ સે ખાલી ગાલિયું કરે નેં થીએ નતી.
કન કે સુણેસે, અખ કે ડિઠે સેં, જિભ કે ચખે સેં, નક કે સુંઘે સેં ચમડી કે ઇસ્પર્સ સેં જ કીં સીધો અનુભવ થીએ સે જ સુખ આય.
આંઈ કુરો ચોતા ?
***************************************************************************************************************
**********************
************************* ***************** ************
‘ખેતા બાવની’ જેં ધૂલેં જન માત્ર જો જીગર મેં કલ્યાણ કેં જો ધર્યો, ને જેં જીવ સુધાં ભલે જગત જે થૈ વીરનેં વાપર્યો,
એડા સંત સુધીર વીર વિરલા તેં કે નમી નેમ સે,
ગ્રંથારંભકરે ઘુરાંઇ વરતો રોજા ધીલેં રેમ સેં.......૧
જેં સાધેં સાત સાર ધર્મ સમજી ધાર્યોં વધાર્યોં વરી,
નેં જે બાર કઢ્યોં બુડા ભવ મિજાં તારે કરે નેં તરી,
એડો સંત સમાજ જાજ જગજો તેંજે વિના વ્હેમ સેં,
જોડે ને કર પાગ લાય પગમેં પાંતો પુરે પ્રેમ સેં......૨
ચેં કો લોક કચા સચા પણ ભલા તેંસે અખ્યું ત્યું અચેં,
બયા ચેં પ્યા ખડ મેં કરે પિંઢભરી પાંકે કુરો મરધ ચેં,
બીંજા બોલ સચા છતાં મુખામયે ચોણું સાચો સેં ભલે,
કીંજે ચોર ચકાર તોજ સુધરેં ખુદકે મયે પ્યો ખલો.
-ખેતો ખાંટ
(ખેતા બાવની જો ઉતારો)
ખેતો ખાંટ કચ્છ જો અખો ચોવાજે. અખે જો નાં કેર નાંય સુયેં ? પં કચ્છ જે હિન અખે જો (ખેતે જો નાલો કિતરા કચ્છી બુજેંતા ? અખે જીં કપટી-નકલી સાધુએંજી ધુર કઢેં હુએં, તીં ખેતો પં પેટ મુઠેં સાધુએંજી ખાસી છંઢ કઢેં હુએં. પાં કચ્છી પાંજી કચ્છી જી સુરૂઆત ખેતે જી હિન રચના સે કરીઆંતો. ખેતે ‘ખેતા બાવની’ મેં પે‘લી હી રચના જ રાખે હુએં.
હિકડા જાંજ કુટા બયા પેટ મુઠા, જિજી કરીયેંતા ધાઉં,
ભગવાન ચે એડેં ભગતડેં પુઠીઆ મુઠો પ્યો અઈંયાં આઉં.
.......હી આય ખેતે જો રંગ .. જેંજો હિતે પાં કંધાસીં સંગ